Saturday, September 11, 2010

Tari Aankhno Afini-Kalarav-Gujarati Song

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….

તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…

તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવાડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…

તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…

તારી આંખનો અફીણી…. 

Translation

taari aankh no afini, taaraa bol no bandhaani
taaraa ruup nii punam no paagal ekalo

aaj piivu.n darshan nu.n amrut kaal kasumbal kaavo
taal puraave dil ni dhaDakan priit bajaave paavo
taari mastii no matvaalo aashak ekalo
taaraa ruup nii punam no paagal ekalo


aa.nkho ni paDakhej parabadi aa.nkho juve piyaavo
adal badal tanman ni mosam chaatak no chakaraavo
taaraa rang nagar no rasiyo naagar ekalo
taaraa ruup nii punam no paagal ekalo


dhiimii dhiimii pagalii taarii dhiimii ka.n_ik adaao
kamar kare chhe lachak anokhii ruup taNaa laTakaao
taarii alabelii e chaal no chaahak ekalo
taaraa ruup nii punam no paagal ekalo


tu.n kaamaN_gaarii raadhaa ne hu.n kaano ba.nsii_vaaLo
tu.n champaa varaN nii krishna kaLii hu.n kamaNagaaro kaaLo
taaraa gaal nii laalii no graahak ekalo
taaraa ruup nii punam no paagal ekalo

Thursday, September 9, 2010

Garvi Gujarat

જય જય ગરવી ગુજરાત ! 
જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, 
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; 
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત 
- ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, 
કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ
- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધ રમણને, 
રત્નાકર સાગર; પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર
- સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ. તે રંગ થકી પણ અધિક સરસ રંગ,
થશે સત્વરે માત ! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. 
જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત.

Translation

Garvi Gujarat 
Praises of Proud Gujarat. Praises of Proud Gujarat. glorious sun rise. (Gujarat's)flag will be shine as symbole of love and valor. Oh!! Flag of Gujarat teaches love and valor. you have great prestige and Reputation. Praises of Proud Gujarat.

In north direction Amba Mataji(situated). East direction Mahakali mataji(situated). In south direction Kunteshwer Mahadev shields Gujarat. At eastern direction lord Somnath and Sri Krishna always assist Gujarat. Praises of Proud Gujarat.

Gujarat has holy rivers of Narmada,Tapi and Mahi. Gujarat has great ocean with Enormous resources. Our gallant Ancestors give Benefaction of victory standing on hills. we unites Forever. Praises of Proud Gujarat.
we will bring the glory of Gujarat like Ancient Capital Anhilwad.

we will bring the glory of Gujarat like King Siddharaj Jaysinh. The Dark night has gone and good omen will come. we are (the people of Gujarat) with you Poet and agree to bring bright future. Praises of Proud Gujarat.